Posted in Junagadh

વાડલા ગામ ખાતે સુજલામ સુફલામ્ જળ અભિયાન – ૨૦૧૮ અંતર્ગત કાર્યક્રમ માં ગુજરાત ના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ હાજરી આપવાના હોય જેના પૂર્વ આયોજન રૂપે આજ રોજ વંથલી ગુરુકુળ ખાતે બેઠક રાખવામાં આવેલ

આગામી તારીખ ૨૪/૦૫/૨૦૧૮ (ગુરૂવાર) ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વંથલી તાલુકાના વાડલા ગામ ખાતે સુજલામ સુફલામ્ જળ અભિયાન – ૨૦૧૮ અંતર્ગત કાર્યક્રમ માં ગુજરાત ના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ હાજરી આપવાના હોય જેના પૂર્વ આયોજન રૂપે આજ રોજ વંથલી ગુરુકુળ ખાતે બેઠક રાખવામાં આવેલ જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ, મહામંત્રી શ્રી ટીનુભાઈ ફડદુ, શ્રી હિરેનભાઈ સોલંકી, જીલ્લા સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ તથા પ્રદેશ ભાજપ કિશાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ ખટારીયા,વંથલી પ્રભારી તથા જિલ્લા મંત્રી પ્રો.જયકુમાર ત્રિવેદી,જિલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી ચીરાગ ભાઈ રાજાણી,જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ના ચેરમેન શ્રી રામશી ભાઈ ભેટારિયા તેમજ વંથલી તાલુકાની મંડળ ટીમ,સરપંચો,તાલુકા/જિલ્લા પંચાયત,નગરપાલિકા લડેલ ભાજપ ના ઉમેદવારો સક્રિય સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ બોહડી સંખ્યા માં ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવા આગવું આયોજન માટે પૂરી જેહમત ઉઠાવવા વિશ્વાસ વ્યક્ત કરેલ.