Month: July 2021
Press Coverage
ચોરવાડી ખાતે મનરેગા યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો,સરકારશ્રીના ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢ અભિગમને આગળ ધપાવ્યો.
આજરોજ ચોરવાડી ખાતે મનરેગા યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં હાજરી આપી, સરકારશ્રીના ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢ અભિગમને આગળ ધપાવ્યો, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ ખટારિયા, ડીડીઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા.આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષોના વાવેતરની સાથે વૃક્ષોના જતનનો પણ સંકલ્પ લીધો હતો.
ભેસાણ તાલુકાના રાણપુર ગામે આવેલ હાઇસ્કુલ બિલ્ડિંગ ખાતે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા સર્વરોગ નિદાન કેમ્પ માં હાજરી આપી.
આજરોજ ૨૯.૦૭.૨૦૨૧ ના રોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે આવેલ હાઇસ્કુલ બિલ્ડિંગ ખાતે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા સર્વરોગ નિદાન કેમ્પ માં હાજરી આપી. આ કેમ્પ માં જય અંબે હોસ્પિટલ ચાપરડા અને રાણપુર ના વતની ડો.આકાશ કોરાટ સહિત ૧૮.જેટલા વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરો ઊપસ્થિત રહી દર્દી નારાયણ ની સેવા રૂપી સારવાર કરી હતી. કેમ્પ માં સારવાર સાથે જરૂરી દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી.
વિસાવદર તાલુકાના ઈશ્વરીયા માડાવડ ગામે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો.
આજરોજ વિસાવદર તાલુકાના ઈશ્વરીયા માડાવડ ગામે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો… આ કેમ્પ માં હાજરી આપી ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. કેમ્પ ના આયોજક કાર્યકરો નો ઉત્સાહ વધાર્યો હતો.
બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપી. તાલુકા ભાજપ યુવા મોરચાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે બ્લડ ડોનેશન કરનારને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય ” *દીનદયાલ ભવન* ” ખાતે જિલ્લાના વિવિધ સેલ ની રચના કરવામાં આવી.સેલ માં નિમણૂક કરાયેલ તમામ હોદ્દેદારો ને શુભેચ્છા પાઠવી હતી.
આજરોજ જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય ” *દીનદયાલ ભવન* ” ખાતે. જિલ્લાના વિવિધ સેલ ની રચના કરવામાં આવી. જેમાં વિવિધ સેલના સંયોજક અને સહ સંયોજક ની નિમણૂક કરાઈ હતી. જેમાં હાજરી આપી.સેલ માં નિમણૂક કરાયેલ તમામ હોદ્દેદારો ને શુભેચ્છા પાઠવી હતી ..સાથે આગામી દિવસોમાં વિવિધ સેલના હોદ્દેદારો ની નિમણૂક બાદ બાકી ની કામગીરી અંગે સરકારશ્રી દ્વારા સૂચવેલા કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
પ્રેસ કવરેજ
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે જૂનાગઢ મળેલી બેઠક માં જીલ્લાના તમામ હોદ્દેદારો ને સોપાયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી.
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે જૂનાગઢ મળેલી બેઠક માં હાજરી આપી.જેમાં જીલ્લાના તમામ હોદ્દેદારો ને સોપાયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી સાથે આગામી કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
गुरूपूर्निमा के दिन सभी गुरुजनों को कोटी कोटि वंदन |
आज गुरूपूर्निमा के दिन उन सभी गुरुजनों को कोटी कोटि वंदन , जिन्होंने हमारे जीवन में शिक्षा से ले कर जीवन के हर पल जीवन रथ पर रथी बन कर जीवन नैया को लड़खड़ाने से बचाया है ऐसे सदगुरु के चरणों में वंदन! सदगुरु देव सभी के जीवन में मुक्ति का मार्ग प्रशस्त करें!