વિસાવદર તાલુકાના ભાલગામ ખાતે કાર્યરત ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે આજરોજ વિઝિટ કરી બેંકના કર્મચારીઓ સાથે મુલાકાત કરી બેંક વધુમાં લોક ઉપયોગી રહે એ અંગે માર્ગદર્શન આપેલ.




વિસાવદર તાલુકાના ભાલગામ ખાતે કાર્યરત ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે આજરોજ વિઝિટ કરી બેંકના કર્મચારીઓ સાથે મુલાકાત કરી બેંક વધુમાં લોક ઉપયોગી રહે એ અંગે માર્ગદર્શન આપેલ.
આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. હેઠળ બીલખા ખાતે આવેલી શાખાની મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે મુલાકાત કરી બેંકની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી બેંક ને વધુ માં વધુ પ્રગતિ કરે એ અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે મતદાર નોંધણી ઝુંબેશ અભિયાન અંતર્ગત મતદાન માટે લાયક થયેલ યુવાનો લોકશાહીના પર્વ ચૂંટણીમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી શકે એવા સુગમ હેતુસર નવા મતદાર તરીકે ઉમેરાવવા ફોર્મ ભરાવ્યુ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લાની કારોબારી બેઠક મળેલ જેમાં આગામી કાર્યક્રમો વિશે માહિતી આપેલ.
આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની કેશોદ ખાતે આવેલ શાખા ની મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે મુલાકાત કરી બેંકની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપેલ.
આજરોજ બગડુ સ્થિત વિઠ્ઠલેશ ઇન્ડસ્ટ્રીઝ ના દેવેન્દ્રભાઈ કાપડિયા સાથે જૂનાગઢ શહેરની એકલવ્ય સ્કુલના કેતનભાઇ શાહ, અને kids kingdom સ્કૂલના કલ્પેશભાઇ શાહે જૂનાગઢ ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે વરણી થતાં પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી જે બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.
આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. ખાતે બેંકના વિકાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની દેખરેખ સમિતિ. (D.LM.R.C) ની મીટીંગ મળી હતી જેમાં નાબાર્ડ યોજના અધિકારી ડી.ડી.એમ. શ્રી કિરણ શક્તિ ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં હાજરી આપી બેંકના ડેવલોપમેન્ટ અર્થે સુચના આપવામાં આવી હતી.
આજરોજ જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ની કારોબારી બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ, જેમાં ઉપસ્થિત રહી જિલ્લા યુવા મોરચાના યુવાનોને સંબોધિત કરીને પ્રોત્સાહિત કરેલ. બેઠક માં પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નરેશભાઈ દેસાઈ, જિલ્લા યુવા મોરચા ના પ્રભારી ઋષિભાઈ વેકરીયા, હાર્દિકભાઈ ડોડીયા ઉપસ્થિત રહેલ. જિલ્લા યુવા મોરચા ના પ્રમુખશ્રી અશોકભાઇ રાઠોડ, બંને મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ કોટડીયા અને મહેશભાઇ ભરાઈ ને સફળ આયોજન બદલ ખુબ ખુબ અભિનંદન.
આજરોજ ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યકર્તા સાથે બેઠક કરી સ્થાનિક પ્રશ્નો નું નિરાકરણ સાથે આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપેલ.