આજરોજ મહાશિવરાત્રી પર્વ દરમિયાન રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે મુલાકાત લઈ દેશપ્રેમી સંત પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ મેળવ્યા.







આજરોજ મહાશિવરાત્રી પર્વ દરમિયાન રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે મુલાકાત લઈ દેશપ્રેમી સંત પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ મેળવ્યા.
આજરોજ ગરવા ગિરનારની ગોદમાં ચાલતા મહાશિવરાત્રી મેળા માં પધારેલ ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રકૃતિધામ હેલિપેડ ખાતે સ્વાગત કર્યું.
જૂનાગઢ-ભવનાથ ખાતે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળામાં પધારેલ મુખ્યમંત્રીશ્રી એ ભગવાન ભવનાથના દર્શન-પુજન સાથે પૂજ્ય શેરનાથબાપુના આશ્રમ ની મુલાકાત સાથે ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવ માં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પૂજ્ય ઇન્દ્રભારતી બાપુની મુલાકાત લીધી હતી જેમાં આશ્રમ ખાતે પુ.બાપુના દેશપ્રેમથી પ્રભાવિત થઈ હાજર સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા જેમાં હાજરી આપી સહભાગી થયો.
વિસાવદર તાલુકાના બરડીયા ગામ ખાતે વિસાવદર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારી માટે નવનિર્મિત થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલ્ડીંગ તેમજ નૂતન આંગણવાડીના બિલ્ડીંગ નું કામ શરૂ કરાતા સ્થળ પર સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા.
જૂનાગઢ ખાતે યોજાતા મહા શિવરાત્રી મેળાના ધ્વજારોહણ બાદ બીજા દિવસે સરકારશ્રીના વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના રાજ્યકક્ષાના મંત્રી શ્રી, અરવિંદભાઈ રૈયાણી સાથે ભવનાથ મંદિર ખાતે ભવનાથ દાદાના ચરણોમાં શિશ ઝૂકાવી મહાશિવરાત્રી મેળો વિના વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે પૂજન-અર્ચન કરી સર્વેના સુખાકારી માટે પ્રાથના કરી.
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધા સંવાદ પ્રવાસ કાર્યક્રમના આયોજન ના બીજા દિવસે ડુંગરપુર જીલ્લા પંચાયત સીટમાં ડો.સુભાષ હાઈસ્કુલ ડુંગરપુર ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યકર્તાઓ દ્વારા પોતાના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા જેના સત્વરે ઉકેલ લાવવા પ્રયત્નો કરવા આશ્વાસન આપેલ જેમાં ઉપસ્થિત રહ્યો.
આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ઓડીટોરીયમ હોલ ખાતે સરકારશ્રીના વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જેમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો ગરીબ લાભાર્થી ઓને સીધો લાભ આપવામાં આવ્યો,જે કાર્યક્રમ માં હાજરી આપી સહભાગી બન્યો.
ગિરનારની પાવન ભૂમિમાં ચાલતા “જીવ અને શિવના” મિલન સમા મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ મંદિરના મહંત શ્રી હરીગીરી મહારાજ સાથે મેળા સંદર્ભે ચર્ચા-વિચારણા કરી મેળા દરમિયાન આવનારા ભાવિક ભક્તો ને કોઈપણ જાતની અસુવિધા ન થાય તે બાબતે ચર્ચા-વિચારણા કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપેલ,એ વેળાએ સંતોના આશીર્વાદ મેળવ્યા.
આજરોજ જૂનાગઢ જિલ્લાના લોક લાડીલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ના બીજા દિવસના પ્રવાસ દરમ્યાન જૂનાગઢ તાલુકાના મજેવડી જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે મજેવડી ગામે રામવાડી ખાતે સીધો સંવાદ કર્યો જેમાં સ્થાનિક કાર્યકર્તાઓ ની ઉપસ્થતિમાં એમના પ્રશ્નો સાંભળી વહેલી તકે નિવારણ આવે તેવા પ્રયત્નો કરેલ,જેમાં ઉપસ્થિત રહેલ.
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો “સંવાદ કાર્યક્રમ” ના બીજા દિવસે જૂનાગઢ તાલુકાના વડાલ જીલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ પહેલા વડાલ ટાવર ચોક ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો અને એમના દ્વારા અપાયેલા પ્રશ્નો નું ઝડપ ભેર નિવારણ આવે તેવું આશ્વાસન આપેલ, જે કાર્યક્રમ માં હાજરી આપી.