Posted in Uncategorized

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી સી.આર.પાટીલ સાહેબ કેશોદ હવાઈ મથક ખાતે સ્વાગત કર્યું.

આજ તા.૨૬. માર્ચના રોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ખાતે યોજાનાર “નમો કિસાન પંચાયત” સભાના કાર્યક્રમ અંતર્ગત પધારતા નવસારી લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી સી.આર.પાટીલ સાહેબ નું સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મંત્રી દેવાભાઇ માલમ, સંગઠન પ્રભારી ધવલભાઇ દવે સાથે ઉપસ્થીત રહી કેશોદ હવાઈ મથક ખાતે સ્વાગત કર્યું.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના ચોરવાડી ગામ ખાતે યોજાયેલ સત્કાર સમારોહમાં સન્માન બદલ આભાર.

આજરોજ જૂનાગઢ તાલુકાના ચોરવાડી ગામ ખાતે “શ્રી લેઉવા પટેલ સમાજ યુવા સંગઠન” દ્વારા સમાજ ભવનના જીર્ણોધાર અંતર્ગત યોજાયેલ સત્કાર સમારોહમાં હાજરી આપી સમાજ નિર્માણના કાર્યમાં યોગદાન આપી સહભાગી થયો જે વેળાએ મારું સન્માન કરવામાં આવ્યું, જે બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે “ટિફિન-બેઠક” રાખવામા આવી હતી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિશેષ “જિલ્લા કારોબારી” સાથે “ટિફિન-બેઠક” રાખવામા આવી હતી. તમામ કાર્યકર્તાઓ ટિફિન સાથે લાવેલ હતા. કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ તમામ સભ્યોએ સાથે બેસી સામુહિક ભોજન લીધું હતું.

Posted in Junagadh

“દીનદયાલ ભવન” ખાતે જીલ્લા હોદેદારો અને મંડલ પ્રમૂખશ્રીઓની બેઠક મળી.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત “દીનદયાલ ભવન” ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિ માં જીલ્લા હોદેદારો અને મંડલ પ્રમૂખશ્રીઓની બેઠક મળી, જેમાં હાજરી આપી આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોનાં આયોજન અંગે વિસ્તૃત માહિતી મેળવી.

Posted in Junagadh

“પંડીત દીનદયાલ” ભવન ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિ માં જિલ્લા કારોબારી બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડીત દીનદયાલ” ભવન ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિ માં જિલ્લા કારોબારી બેઠક મળેલ જેમાં જીલ્લા હોદેદારો, જિલ્લાના સીનીયર આગેવાનો, પુર્વ ધારાસભ્યો સાથે જીલ્લા કારોબારી સદસ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ અને મંડલ પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીઓ, વિવિઘ સેલના કન્વીનર સહ કન્વીનરની બેઠક મળી,જેમાં હાજરી આપી આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને આગામી કાર્યક્રમોનાં આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં હાજરી આપી.

Posted in Junagadh

“દીનદયાલ ભવન” ખાતે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે બેઠક મળી.

આજ ૨૫-માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત “દીનદયાલ ભવન” ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે બેઠક મળી, જેમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સમન્વય સાથે પ્રજાના વિવિધ પ્રશ્નો અને વિકાસ કર્યો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં હાજરી આપી.

Posted in Junagadh

પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લા મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી ઓની બેઠક મળી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લા મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી ઓની બેઠક મળી જેમાં હાજરી આપી,પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યો ઝડપભેર પુર્ણ કરવાની સાથે આગામી દિવસોમાં યોજનાર કાર્યક્રમો ના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

Posted in Bhesan

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં બાર એસસિયેશનના સભ્યો જોડાયા.

આજરોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ભેસાણ બાર એસસિયેશનના ના પ્રમુખ સહિત તમામ સભ્યોએ માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાયાત્રાને પ્રેરાઈને વિધિવત રીતે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા, આ પ્રસંગે ઉપસ્થિત રહેલ.

Posted in Bhesan

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામ ખાતે શુભ પ્રસંગે હાજરી આપી.

આજરોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન હરસુખભાઈ કોરાટ ના ઘરે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે શુભ પ્રસંગે હાજરી આપી.

Posted in Uncategorized

જૂનાગઢ તાલુકાના નવા પીપળીયા ખાતે લેઉઆ પટેલ સેવા સમાજ ભવનના ભૂમિપૂજન માં યોગદાન.

આજરોજ જૂનાગઢ તાલુકાના નવા પીપળીયા ખાતે શ્રી લેઉઆ પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને લેઉઆ પટેલ સેવા સમાજ નવા પીપળીયા દ્વારા સમાજ ભવનના નિર્માણ બિલ્ડીંગના ભૂમિપૂજન સિલાન્યાસ પ્રસંગે જેતપુર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર ડો. નૈમિષ ભાઈ ધડુક સહિત સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ સાથે ઉપસ્થિત રહી સમાજ નિર્માણ માં યોગદાન આપેલ.