આજરોજ ધી.જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી. સરદારગઢ પેટા બ્રાંચ ખાતે મુલાકાત લઈ બેંકના ખાતેદારોને મળતી જરૂરી સુવિધાની સાથે બેન્ક બિલ્ડિંગ ઇન્ફાસ્ટકચર ને રીનોવેટ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ.







આજરોજ ધી.જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી. સરદારગઢ પેટા બ્રાંચ ખાતે મુલાકાત લઈ બેંકના ખાતેદારોને મળતી જરૂરી સુવિધાની સાથે બેન્ક બિલ્ડિંગ ઇન્ફાસ્ટકચર ને રીનોવેટ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ.
આજરોજ માણાવદર તાલુકાનાં થાનિયાણા ખાતે ટોળીયા પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથાનાં આયોજન માં નિમંત્રણને માનઆપી વક્તા શ્રી કૌશિકભાઈ ભટ્ટનાં મુખે કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો એ વેળાએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી.સી.આર પાટીલ સાહેબ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ભરતભાઈ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઈ દવેની પણ ઉપસ્થિતિ રહી હતી.
આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયત ભવન ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અને યુવા નેતા સાચા જનસેવક અને મારા સાથી મિત્ર દિનેશભાઈ મૈતરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
સમસ્ત લેઉવા પટેલ સમાજ બામણગામ દ્વારા આયોજિત સમાજ ભવન ભૂમિ પૂજન તેમજ જુનાગઢ તાલુકા લેઉવા પટેલ સંગઠન મહોત્સવના નિમંત્રણ આપવા જુનાગઢ ઓફિસ ખાતે સમાજ અગ્રણીઓ પધારેલ એ વેળાની યાદગાર ક્ષણો.
આજરોજ જૂનાગઢ જીલ્લા પંચાયત કચેરી ખાતે ૬૮ કિલોવોટ સોલાર રૂફ્ટોપનું લોકાર્પણ માન.રાજ્ય પંચાયત શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજાનાં હસ્તે કરવામાં આવ્યું જેમાં હાજરી આપી.
આજરોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામ ખાતે પરેશભાઇ ગોવિંદભાઇ રાણપરીયા, લેઉવા પટેલ સમાજ નામકરણ વિધિ સાથે સહકારી મંડળીઓ તેમજ ગ્રામ પંચાયત દ્વારા નિર્માણ પામેલા વિવિધ સોપાનો ના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી, સાથે યથા યોગ્ય અનુદાન આપેલ એ વેળાએ સેવા સહકારી મંડળીનાં ગોડાઉનની લોકાર્પણ વિધિ કરેલ.
આજરોજ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નવ નિર્માણ પામેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આરંભ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ નાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે હાજરી આપી.
આજરોજ જુનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઈ નાઘેરા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી, એ વેળાએ ગીર કેસરી ની પ્રતિકૃતિ આપીને મારું સન્માન કર્યું એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.
આજરોજ વિસાવદર ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળાનું આયોજન થયું જેમાં આરોગ્ય લક્ષી તમામ રોગોના નિદાન અને સારવાર કરવામાં આવી જેમાં જરૂરીયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો આ તકે ઉપસ્થીત રહી સરકારશ્રીની આરોગ્ય લક્ષી તમામ સેવાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેનું માર્ગદર્શન સાથે પોષણ લક્ષી કિટનું વિતરણ કરેલ.
જૂનાગઢ તાલુકાના બીલખા ખાતે જન જનની આરોગ્ય સુખાકારી કાજે શરૂ થયેલા અભિયાનને લઈને સરકારી હોસ્પિટલ બિલખા ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું જેમાં વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા લોકો ને તપાસવામાં આવ્યા સાથે જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી તે વેળાએ હાજરી આપી સરકારશ્રીના આ આયોજન ને આગળ ધપાવ્યું હતું.