Posted in Visavadar

૧ નવેમ્બરના રોજ યોજાનાર પેજ સમિતી સ્નેહ સંમેલનના સુચારુ આયોજન

આજરોજ માંડવડ માર્કેટિંગ યાર્ડ વિસાવદર ખાતે આગામી ૧ નવેમ્બરના રોજ યોજાનાર પેજ સમિતી સ્નેહ સંમેલનના સુચારુ આયોજન અર્થે વિસાવદર શહેર/ તાલુકા શક્તિ કેન્દ્રના પ્રમુખો, સંયોજકો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની બેઠક મળી,જેમાં હાજરી આપી,કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું.

Posted in Junagadh

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લાભ પાંચમ ના પવિત્ર દિવસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં હાજરી આપી સર્વેને નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી.

Posted in Junagadh

નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ પ્રક્રિયા માટેના જરૂરી સૂચનો સાથે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી.

આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ પ્રક્રિયા માટેના જરૂરી સૂચનો સાથે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી.

Posted in Junagadh

બામણગામ-૧ પેઇજ નંબર -૧૫.ના પ્રમુખ અનિલભાઈ માળવીયાના નિવાસસ્થાને જઈ મીઠું મોઢું કરી દિવાળીપર્વ અને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી.

પેજ સમિતિનાં પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના પરિવાર છે. ત્યારે આજરોજ નૂતન વર્ષના પ્રથમ દિવસે ૮૭- વિસાવદર વિધાનસભા બુથ નંબર-૨૦ જૂનાગઢ તાલુકાના બામણગામ ખાતે બામણગામ-૧ પેઇજ નંબર -૧૫.ના પ્રમુખ અનિલભાઈ માળવીયાના નિવાસસ્થાને જઈ મીઠું મોઢું કરી દિવાળીપર્વ અને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી.

Posted in Junagadh

આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૩૫ થી વધુ હોદેદારો સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો,

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૩૫ થી વધુ હોદેદારો સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસયાત્રાને પ્રેરાઈને કેસરિયો ધારણ કર્યો, એ વેળાએ હાજરી આપી કાર્યકર્તાઓને ભાજપમાં પ્રવેશ કરાવ્યો.

Posted in Junagadh

જિલ્લા ભાજપના હોદ્દદારો સાથે બેઠક મળી,

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપના હોદ્દદારો સાથે બેઠક મળી, જેમાં આગામી કાર્યક્રમોના આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપ્યું.

Posted in Junagadh

“રેન બસેરા” બિલ્ડિંગનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરાયું,

આજરોજ જૂનાગઢ તાલુકાના ખડિયા ખાતે આવેલા દલિત સમાજ માં જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી રૂ. પાંચ લાખના ખર્ચે તૈયાર થનાર “રેન બસેરા” બિલ્ડિંગનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરાયું, સાથે સુલભ શૌચાલય માટે રૂ. 3 લાખ ની ફાળવણી કરી એ વેળાએ હાજરી આપી, વિકાસ કાર્યને વેગવંતુ બનાવવામાં સહભાગી થયો.

https://www.facebook.com/plugins/video.php?height=308&href=https%3A%2F%2Fwww.facebook.com%2Fkirit.patel.bjp%2Fvideos%2F1155257152074742%2F&show_text=false&width=560&t=0

Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જૂનાગઢમા હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી-ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દત્ત દાતાર અને નરસૈયાની નગરી જૂનાગઢમા હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

Posted in Junagadh

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરુ છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ સૌકોઇ સંત/મહંતશ્રીઓ, કાર્યકરો, આગેવાનો, જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર, વ્યવસ્થા મા જોડાયેલ તમામ લોકો અને જનતા જનાર્દન નો ફરી ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.

Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા હોય ત્યારે કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપ્યો.

આજરોજ સંત, સુરા અને સાવજની ધરતી પર વિશ્વનેતા દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા હોય ત્યારે એમને આવકારવા જૂનાગઢ જીલ્લા/મહાનગર, ગીર સોમનાથ અને પોરબંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે પંચવટી બંગલા ખાતે હાજરી આપી કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપ્યો.