Posted in Junagadh

આજ બિલખા ખાતે હર્ષદભાઈ રીબડીયાની સાથે રહી લોક સંપર્ક કરેલ

આજ બિલખા ખાતે ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાની સાથે રહી લોક સંપર્ક કરેલ જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો બહોળી સંખ્યમાં જોડાયા હતા. સૌએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી પ્રચંડ જન સમર્થન આપ્યું હતું.

Posted in Keshod

૮૮- કેશોદ વિધાનસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજી.

આજરોજ કેશોદ ખાતે ૮૮- કેશોદ વિધાનસભા ચૂંટણી અંતર્ગત કેશોદ નગરપાલિકાના સદસ્યો, આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી વ્યવસ્થાના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો કરેલ.

Posted in Bhesan

ભેસાણ ખાતે – ચૂંટણી વ્યવસ્થાના સુચારુ આયોજન અંગે પ્લાનિંગ કરી જરૂરી માર્ગદર્શન આપેલ.

આજ રોજ ભેસાણ ખાતે ૮૭- વિસાવદર વિધાનસભા ચૂંટણી અંતર્ગત વિસાવદર સીટ ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ચૂંટણી કાર્યાલય ખાતે જીલ્લા પંચાયત/તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠન ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી વ્યવસ્થાના સુચારુ આયોજન અંગે પ્લાનિંગ કરી જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

અનુસૂચિત સમાજની બેઠક ને સંબંધિત કરેલ.

આજરોજ વિસાવદર ખાતે હર્ષદભાઈ રીબડીયાના સમર્થનમાં અનુસૂચિત સમાજની બેઠકમાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડિયા સાથે રહી બેઠક ને સંબંધિત કરેલ. વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા સભામાં પધારેલા સૌએ એકીસાથે સુર પુરાવ્યો હતો.

Posted in Junagadh

આજરોજ બીલખા ખાતે ભાજપ ની જાહેર સભા યોજાઈ હતી,

આજરોજ બીલખા ખાતે ભાજપ ની જાહેર સભા યોજાઈ હતી, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાથી પ્રેરાઈને વિવિધ સમાજના ૪૦ થી વધુ આગેવાનો એ કેસરિયો ધારણ કર્યો હતો. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ.

Posted in Junagadh

વિજાપુર થી સાંખડાવદર સુઘી ડુંગરપુર જીલ્લા પંચાયત સીટ – બાઇક રેલી

આજ રોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર થી સાંખડાવદર સુઘી ડુંગરપુર જીલ્લા પંચાયત સીટ ના સદસ્ય અને આગેવાનો દ્વારા બાઇક રેલી નું આયોજન થયેલ જેમાં યુવાનોને પ્રોત્સાહન આપવા રેલી માં જોડાયેલ.

Posted in Keshod

કેશોદ – ચૂંટણી વ્યવસ્થાના સુચારુ આયોજન અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.

આજ રોજ કેશોદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ચૂંટણી કાર્યાલય ખાતે કેશોદ જીલ્લા પંચાયત/તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી વ્યવસ્થાના સુચારુ આયોજન અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.