Posted in Junagadh

“પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા હોદેદારો ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા હોદેદારો, મંડલ પ્રમુખો, નગરપાલીકાના પ્રમુખો, જીલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ અને મોરચાના પ્રમુખની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ જેમાં હાજરી આપી, આગામી કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપેલ.

+5

Posted in Junagadh

ગૌ સેવાના લાભાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ.જ્ઞાનયજ્ઞમાં હાજરી આપી

જૂનાગઢ તાલુકાના ચોકલી ગામ ખાતે શ્રી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌ સેવાના લાભાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ.જ્ઞાનયજ્ઞમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા સાથે હાજરી આપી,વ્યાસપીઠ પર બિરાજીત શાસ્ત્રી સ્વામીશ્રી ના મુખેથી ભાગવત સપ્તાહ નું રસપાન કરવાનો અવસર મળ્યો.

Posted in Junagadh

કલેકટર કચેરી ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બેઠક યોજાઇ

આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બેઠક યોજાઇ જેમાં ખેડૂતોને દર વર્ષે પાક ધિરાણ માટે વધુ મદદ કરી શકે એ હેતુસર પાક ધિરાણ અંગેના ના દર નક્કી કરવાની સાથે સહકારી મંડળીઓને આધુનિકરણ તરફ કોમ્પ્યુટરરાઈઝ કરવા કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એ બાબતે જીલ્લા અધિ. કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી જેમાં હાજરી આપી, બેઠક માં ખેડૂત હીતલક્ષી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી.