આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ખાતે ભેસાણ તાલુકા ભાજપ તેમજ ભેસાણ તાલુકાની જુદી જુદી સહકારી મંડળી દ્વારા સહકારી યોજનાઓનો લાભ ખેડૂતોને વધુમાં વધુ મળે એવા શુભહેતુ થી યોજાયેલ સહકાર સંમેલનમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા સાથે હાજર રહી ખેડૂતોના હિતાર્થે જરૂરી સૂચનો સાથે માહિતી આપી હતી.












