આજરોજ જૂનાગઢ તાલુકાના બીલખા ગામે બુદ્ધનાથ ફાર્મ ખાતે ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું, ગાંધીનગર તથા પશુપાલન શાખા, જીલ્લા પંચાયત જુનાગઢ દ્રારા જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવી, જેમાં બીલખા સહિત આસપાસના વિસ્તારના પશુપાલકોએ શિબિરનો લાભ લીધો હતો.આ શિબિરમાં પશુ તજજ્ઞો દ્વારા પશુપાલન વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું,જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ.










