આજરોજ જુનાગઢ જિલ્લાના તાલુકા મંડલ સ્તરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે સંગઠનના માળખાને મજબૂત બનાવવા માણાવદર તાલુકાના બાંટવા ખાતે સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓ તેમજ મંડલ ના પ્રમુખ મહામંત્રીઓ સંગઠનના સિનિયર આગેવાનોની બેઠકનું આયોજન થયેલ જેમાં હાજરી આપી સંગઠનોની રચના બાદ અધૂરી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સાથે પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.બાદમાં આગામી ૧૭.ઓગષ્ટના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો યોજી જન્મદિવસ ની ઉજવણી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Category: Bantava
આજ રોજ બાંટવા ખાતે ” પેજ પ્રમુખ સંમેલન ” મા
આજ રોજ બાંટવા શહેર ખાતે આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો ને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપેલ . આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા ભવ્ય વિજય મેળવવા નો નિશ્ચય કરેલ હતો.
જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…
માણાવદર ખાતે બાંટવા શહેર તથા માણાવદર શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ “શ્રેણી બેઠક”
આજરોજ સથવારા સમાજ, માણાવદર ખાતે બાંટવા શહેર તથા માણાવદર શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલીકા ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.