આજરોજ જૂનાગઢ તાલુકાના નવાગામ શ્રી નુરસતાગોર ધામ (બિલખા) ખાતે શ્રી ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્રારા આયોજીત સમુહ લગ્નોત્સવ માં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ઉપસ્થિત રહી પ્રભૂતામાં પગલા પાડતા નવ દંપતીને આશીર્વાદ આપેલ.










આજરોજ જૂનાગઢ તાલુકાના નવાગામ શ્રી નુરસતાગોર ધામ (બિલખા) ખાતે શ્રી ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્રારા આયોજીત સમુહ લગ્નોત્સવ માં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ઉપસ્થિત રહી પ્રભૂતામાં પગલા પાડતા નવ દંપતીને આશીર્વાદ આપેલ.
આજ તા.7મી મે નારોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિનદયાલ ભવન ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ તાલુકા ગ્રામ્ય મંડલની ટિફિન બેઠક મળી, જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, મંત્રી શ્રી દેવાભાઈ માલમ સહિત જૂનાગઢ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિનદયાલ ભવન ખાતે પધારતા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલયની મુલાકાત લીધી હતી અને પોતાનો પ્રતિભાવની નોંધ કરી હતી એવેળાએ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા,મંત્રી શ્રી દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિનદયાલ ભવન ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ તાલુકા ગ્રામ્ય મંડલની બેઠક મળી, જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મંત્રી શ્રી દેવાભાઈ માલમ સહિત જૂનાગઢ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા જેમાં આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત માહિતગાર કર્યા હતા જેમાં ઊપસ્થિત રહ્યો.
આજ તા.6 મેના રોજ જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામ ખાતે રામજી મંદિર જીણોદ્ધાર સમિતિ દ્વારા નૂતન રામજી મંદિર પૂર્ણ:જીર્ણોદ્ધાર ધર્મ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત નિમંત્રણને માન આપી જેતપુર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી રામજીમંદિર ખાતે આરતી-દર્શન નો લાભ લીધો.
આજરોજ લોક સંપર્ક માસ અભિયાન અંતર્ગત જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામ ખાતે લોક સંપર્ક કરવામાં આવ્યો, જેમાં સ્થાનીક લોકોના પ્રશ્નો સાંભળી સત્વરે ઉકેલ લાવવા સંલગ્ન અધિકારીઓને માહિતગાર કરી સુચન કરેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે પેવર બ્લોકનાં કામનું ખાત મુહૂર્ત કરી સરકારશ્રી દ્વારા કરાતી વિકાસયાત્રામાં જોડાઈ લોકહિતનાં કાર્યમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
આજરોજ જૂનાગઢ તાલુકાના બામણગામ ખાતે લેઉઆ પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત સમાજ ભવનનાં નવ નિર્માણ બિલ્ડીંગના ભૂમિપૂજન કાર્યક્રમ, સંગઠન મહોત્સવ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનાં નિમંત્રણને માન આપી જેતપુર મત વિસ્તારના ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘની ચૂંટણીમાં જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘમાં સતત ૭ મી વખત ચેરમેન પદે શ્રી લક્ષમણભાઈ યાદવ તેમજ સતત ૨ વખત વાઇસ ચેરમેન પદે શ્રીજયેશભાઈ ગુંદણીયા ને બીન હરીફ ચુંટાવા બદલ પુષ્પ ગુચ્છ આપી અભીનંદન પાઠવેલ.
સમસ્ત લેઉવા પટેલ સમાજ બામણગામ દ્વારા આયોજિત સમાજ ભવન ભૂમિ પૂજન તેમજ જુનાગઢ તાલુકા લેઉવા પટેલ સંગઠન મહોત્સવના નિમંત્રણ આપવા જુનાગઢ ઓફિસ ખાતે સમાજ અગ્રણીઓ પધારેલ એ વેળાની યાદગાર ક્ષણો.