Posted in Keshod

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી જૂનાગઢ જિલ્લાનાં કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કરેલ.

આજરોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી નું ગુજરાતના પ્રવાસ દરમ્યાન જૂનાગઢ જિલ્લાનાં કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પ ગુચ્છથી સ્વાગત કરેલ.

Posted in Keshod

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામ ખાતે નવનિર્મિત સેવા સહકારી મંડળી ના ભવનનું જાત નિરક્ષણ કરી કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામ ખાતે નવનિર્મિત સેવા સહકારી મંડળી ના ભવન (બિલ્ડીંગ) નું જાત નિરક્ષણ કરી કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Keshod

ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ને મજબૂત બનાવવા પ્રદેશ જૂનાગઢ જીલ્લાના જવાબદાર કાર્યકર્તાઓ તાલુકા તેમજ મંડલ કક્ષાના પ્રમુખો મહામંત્રીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવેલ જેમાં કેશોદ શહેર,તાલુકાના સિનિયર કાર્યકરો સાથે કેશોદ સ્થિત સોની સમાજની વાડી ખાતે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી.

ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ને મજબૂત બનાવવા પ્રદેશ અધ્યક્ષ ની સુચના અનુસાર જૂનાગઢ જીલ્લા સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓ જવાબદાર તાલુકા તેમજ મંડલ કક્ષાના મંડલ પ્રમુખો મહામંત્રીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવેલ જેમાં કેશોદ શહેર/તાલુકાના સિનિયર કાર્યકરો સાથે કેશોદ સ્થિત સોની સમાજની વાડી ખાતે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી, બુથ તેમજ મંડલ કક્ષાએ સંગઠનાત્મક કામગીરી ને સત્વરે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, સાથે આગામી 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન, નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે વિવિધ રીતે કાર્યક્રમો યોજાય તે અંગે પણ વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.

Posted in Keshod

શ્રેયાંસ સ્કૂલ માં આયોજિત વાર્ષિક ઉત્સહવ કાર્યક્રમ માં

આજરોજ કેશોદ શહેર માં શ્રેયાંસ સ્કૂલ માં આયોજિત વાર્ષિક ઉત્સહવ કાર્યક્રમ માં હાજરી આપી વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કરેલ .

 

Posted in Keshod

CAA કાયદાના સમર્થનમાં જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જન સમર્થન સાથે રેલી

આજ રોજ CAA કાયદાના સમર્થનમાં જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જન સમર્થન સાથે રેલી નું આયોજન કેશોદ મુકામે થયેલ. જેમાં જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ ની ભવ્ય સફળતા બદલ સર્વેને ખુબ ખુબ અભિનંદન.
#IndiaSupportsCAA
#CAAJanJagran