આજ તા.૨૬. માર્ચના રોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ખાતે યોજાનાર “નમો કિસાન પંચાયત” સભાના કાર્યક્રમ અંતર્ગત પધારતા નવસારી લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી સી.આર.પાટીલ સાહેબ નું સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મંત્રી દેવાભાઇ માલમ, સંગઠન પ્રભારી ધવલભાઇ દવે સાથે ઉપસ્થીત રહી કેશોદ હવાઈ મથક ખાતે સ્વાગત કર્યું.
આજરોજ જૂનાગઢ તાલુકાના નવા પીપળીયા ખાતે શ્રી લેઉઆ પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને લેઉઆ પટેલ સેવા સમાજ નવા પીપળીયા દ્વારા સમાજ ભવનના નિર્માણ બિલ્ડીંગના ભૂમિપૂજન સિલાન્યાસ પ્રસંગે જેતપુર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર ડો. નૈમિષ ભાઈ ધડુક સહિત સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ સાથે ઉપસ્થિત રહી સમાજ નિર્માણ માં યોગદાન આપેલ.
આજ ૧.જાન્યુઆરીના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવાણિયા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ સહીતની ટીમ સાથે ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.
જૂનાગઢ જિલ્લાના વડાલ ખાતે આવેલી કન્યા શાળા મા ધોરણ ૮ ની મંજૂરી અર્થેની રજૂઆત જિલ્લા કાર્યાલય *”પંડિત દિન દયાલ ભવન”* ખાતે કન્યા શાળાના પ્રિન્સિપાલ અને વડાલ ના સરપંચ અરવિંદભાઈ ઘરડેશીયા દ્વારા મળતા, અમો દ્વારા સરકારશ્રીના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વડાલ ગામ ખાતેની કન્યાશાળામાં ધોરણ આઠ ની મંજૂરી અપાવીને સરકારશ્રીના કન્યા કેળવણી અભિગમને આગળ ધપાવી કન્યાઓના આશીર્વાદ મેળવ્યા…
આજરોજ બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપી. તાલુકા ભાજપ યુવા મોરચાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે બ્લડ ડોનેશન કરનારને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.