Category: Visavadar
આજ રોજ વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ જેના નિરીક્ષણ સમયે ઉપસ્થીત રહેલ.
આજ રોજ વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ જેના જાત નિરીક્ષણ માટે જિલ્લાના કિશાન મોરચા ના પ્રમુખશ્રી, વિસાવદર તાલુકા ભાજપ ના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીઓ તેમજ તાલુકા ભાજપના આગેવાનો સાથે ઉપસ્થીત રહેલ. થોડાજ દિવસો મા આ સર્વે ની કામગીરી ઝડપથી પુર્ણ કરી દેવામા આવશે.

વિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા પત્ર દ્વારા રજુઆત.
વિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા માટે ગુજરાત સરકાર ના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ને જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે મળી ને પત્ર દ્વારા રજુઆત કરેલ છે. મને આશા છે કે ખૂબ જલ્દીથી બળી ગયેલ ટ્રાન્સફોર્મર બદલી જશે.
વિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા મા 10,000 થી વધુ માસ્ક આપેલ
સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા વિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે 10,000 થી વધુ માસ્ક ભાજપની સંગઠન ટીમને આપેલ. આ તકે ઉપસ્થીત રહી વિસાવદર તાલુકા અને શહેરની પરિસ્થીતી વિશે આગેવાનો સાથે ચર્ચા કરેલ. Kirit Patel
પુજ્ય સંત શ્રી મુકતાનંદબાપૂ ના આશીર્વાદ લીધા.
આજ રોજ જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે પુજ્ય સંત શ્રી મુકતાનંદબાપૂ ના આશીર્વાદ લીધા. તેમના દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલ અને વૃદ્ધાઆશ્રમ સહિતની વિવિધ સેવાઓની જેટલી પ્રશંષા કરીયે તે ઓછી પડે. આવા મહાન સંત ને નમન.